ર૦૧પ-૧૬માં અંદાજે ર૪૦૦ તલાટી કમ મંત્રીઓની ભરતી કરાશે ......!
આગામી વર્ષ દરમ્યાન પંચાયત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અંદાજે ર૪૦૦ જેટલી તલાટી કમ મંત્રીઓની ભરતી કરવામાં આવનાર છે. પંચાયત વિભાગ સાથે સંકળાયેલ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી વર્ષ ર૦૧પ-૧૬માં તલાટી કમ મંત્રીની ૨૪૦૦ જુનીયર કલાર્કની ૨૯૬, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ૧૩૫૨, ફીમેલ હેલ્થ વર્કરની ૪૫૪, અધિક મદદનીશ ઈજનેરની ૭૦, નાયબ ચીટનીશની ૪૦, કંપાઉન્ડરની ૩૨, સ્ટાફ નર્સની ૧૮, મુખ્ય સેવિકાની ૩૦, મળી કુલ પ૨૯૫ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ ઈ-ગ્રામ સેન્ટરોમાં ઝડપ લાવવા માટે ઈન્ટરનેટ બેન્ડવીથી ૩૭થી વધારી ૯૬ એમ.બી.પી.એસ.કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪-૧પમાં ૮૩.૪૨ કરોડની જોગવાઈ સાથે પપ કરોડ ખર્ચ આગામી વર્ષે ગામડાઓને વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પાયલોટ પ્રોજેકટ તરીકે બે કરોડની જોગવાઈ નવી બાબત સાથે વર્ષ ૨૦૧૫-૧૬માં રૂા.૮૨ કરોડની જોગવાઈ સુચિત છે. દશ વર્ષમાં પંચાયત વિભાગના બજેટમાં ૬.૦૭ ગણો વધારો કરવામાં આવ્યો છે. અને ગ્રામ વિકાસ વિભાગના બજેટમાં સરેરાશ ૨.પ ગણો વધારો કરવામાં આવ્યો છે. સંપુર્ણ રાજયફંડ આધારીત ગુજરાત મોડેલ સ્વીકારી કેન્દ્ર સરકારે શ્યામા પ્રસાદ મુખર્જી રર્બન મિશન સમગ્ર દેશમાં લાગુ કરેલ છે.
No comments:
Post a Comment