કચ્છની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના સ્થાપના દિનને હવે બર્થ ડેને સ્વરૃપમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ જવાબદારોને દરેક શાળાની ઝીણવટભરી વિગતોને સમજાવતી પ્રોફાઈલ તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છનાંપ્રાથમિક શિક્ષણ વિભાગે એક નવતર પહેલ કરવાનાં આયોજન સાથે તમામ શાળાઓનો બર્થ ડે ઉજવવાનો નિર્ણય કર્યો છે. શાળાની જે દિવસે સ્થાપના થઈ હોય તે દિવસને શાળાનો બર્થ ડે ગણીને તેને ખુલતા સત્રથી ઉજવવાનો જવાબદારોને આદેશ કરવામાં આવશે. શાળાનાં બર્થ ડેની ઉજવણીમાં અભ્યાસ કરતા બાળકો, તેમનાં વાલી, તમામ શિક્ષકો, સંબંધિત બીઆરસી-સીઆરસી અને ગામનાં આગેવાનો, એસએમસીનાં સભ્યો ઉપરાંત ઉજવણીને અનુરૃપ અન્ય મહાનુભાવોેને પણ ઉપસ્થિત રાખી, શિક્ષણને અનુરૃપ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેનો મુખ્ય હેતુ શાળાથી તમામ સંબંધિત લોકો અને બાળકો વાલીઓ પરીચિત થાય અને કામગીરી સંદર્ભે પણ વાલીઓ તેમજ આગેવાનો પોતાનાં સુચન કરી શકે. શાળાનાં બર્થ ડેની ઉજવણીની સાથે શિક્ષણ વિભાગે શાળાઓની પ્રોફાઈલ તૈયારકરવાની પણ સુચના આપી છે. શાળાની પ્રોફાઈલમાંશાળાનો સ્થાપના દિવસ, શાળામાં શિક્ષકોનું મહેકમ અને સંખ્યા, શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, શિક્ષકોની પ્રોફાઈલ સહિતની બાબતોને આવરી લેવાની રહેશે. આ પ્રોફાઈલ તાલુકા અને જીલ્લા કક્ષાએ આપવાની સાથે શાળામાં પણ તેની નકલ રાખવાની રહેશે તેમજ કોઈમહાનુભાવ કે આગેવાન તેમજ સરકાર અધિકારી મુલાકાત દરમિયાન શાળાની પ્રોફાઈલ જોઈ શકે. આઅંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકી અને જીલ્લાનાં નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેસ રૃઘાણીએ જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી, શાળાઓને બર્થ ડે તેમજ પ્રોફાઈલની કામગીરી ખુલતા સત્ર પુર્વે પુર્ણ કરવાનો આદેશ કર્યો છે.
No comments:
Post a Comment