કચ્છ જીલ્લાની માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાાનનાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો છે. કેટલીક શાળાઓમાં તો એક-બે નહી પરંતુ ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી ગણિત-વિજ્ઞાાનનાં શિક્ષકોના અભાવે છાત્રો છાત્રો ટયુશન લેવા મજબુર બન્યા છે અને ટયુશન રખાવવાની આર્િથક સ્થિતી ન ધરાવતાં બાળકો કફોડી હાલત ભોગવી રહ્યા છે. આ વિકટ સ્થિતીમાં પહેલેથી જ શૈક્ષણિક પછાતપણાની છાપ ધરાવતાં કચ્છમાં શિક્ષણની હાલત વધુ બદતર થઈ રહી છે ત્યારે શૈક્ષણિક પછાતપણાને નિવારવા મજબુર તંત્રએ એક નવતર આયોજન ઘડયું છે, જે અંતર્ગત આગામી દિવસોમાં માધ્યમિક શાળાઓમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકો ગણિત-વિજ્ઞાાનનાં પાઠ ભણાવશે. કચ્છમાં માધ્યમિક શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓનાં ભાવી પર થઈ રહેલી આડઅસરોને દુર કરવા શૈક્ષણિક ક્ષેત્રે કરાયેલા સાંઘામેળ શિક્ષણ સેતુ પ્રોજકેટ નામ આપવામાં આવ્યું છે. શિક્ષણ સેતુ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાથમિક શાળાઓનાં યોગ્ય લાયકાત ધરાવતાં શિક્ષકોને માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાાન જેવા વિષય ભણાવવા માટે માનદ વેતન આપી પોત્સાહિત કરવામાં આવશે. જિલ્લામાં માધ્યમિક અને પ્રાથમિક શાળાનો સમય અલગ અલગ છે ત્યારે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ફરજ સિવાયનાં સમયમાં માધ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાાનનો અભ્યાસ કરાવે તે માટે સતાવારરીતે તંત્ર અરજીઓ મંગાવી, શિક્ષકોની પસંદગી કરવાની સાથે તેમને વધારાનાં પાંચ હજાર રૃપિયા માનદ વેતન પેટે ચુકવશે. આ પ્રોજેકટથી જે માધ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાાનનાં શિક્ષકો નથી તે શાળાનાં બાળકોનાં શિક્ષણ પર થઈ રહેલી આડઅસર નિવારી શકાશે. જોકે, આ વ્યવસ્થા વિકલ્પનાં રૃપમાં અપનાવવામાં આવી રહી છે ત્યારે માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનાં પ્રશ્નનો ઉકેલ લાવવા તો જવાબદારોએ કમર કસવી જ પડશે તેવું જાણકારો કહી રહ્યા છે.
No comments:
Post a Comment